Corona New Strain: ભારત બન્યો દુનિયાનો પહેલો દેશ, જેણે કોરોનાના નવા સ્ટ્રેન પર મેળવી આ અદભૂત ઉપલબ્ધિ

ભારતે બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન પર મોટી ઉપલબ્ધિ મેળવી છે. દુનિયાનો એકમાત્ર એવો દેશ બની ગયો છે કે જેણે નવા સ્ટ્રેનને અલગ કરવામાં સફળતા મેળવી છે.

Corona New Strain: ભારત બન્યો દુનિયાનો પહેલો દેશ, જેણે કોરોનાના નવા સ્ટ્રેન પર મેળવી આ અદભૂત ઉપલબ્ધિ

નવી દિલ્હી: ભારતે બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન પર મોટી ઉપલબ્ધિ મેળવી છે. દુનિયાનો એકમાત્ર એવો દેશ બની ગયો છે કે જેણે નવા સ્ટ્રેનને અલગ કરવામાં સફળતા મેળવી છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) એ શનિવારે આ અંગે જાણકારી આપી. 

IMCR એ ટ્વીટ કરીને કહ્યું કે બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા પ્રકારને ભારતે સફળતાપૂર્વક 'કલ્ચર' કર્યો છે. 'કલ્ચર' એક એવી પ્રક્રિયા છે, જે હેઠળ કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ ઉડાડવામાં આવે છે અને સામાન્ય રીતે તેના પ્રાકૃતિક વાતાવરણની બહાર આવું કરવામાં આવે છે. 

IMCR એ કહ્યું- દુનિયામાં ફક્ત ભારતના નામે આ સિદ્ધિ
ICMR એ ટ્વીટ કરીને દાવો કર્યો કે કોઈ પણ દેશે બ્રિટનમાં મળી આવેલા સાર્સ-કોવ-2ના નવા પ્રકારને અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પૃથક કે કલ્ચર કર્યો નથી. IMCRએ કહ્યું કે વાયરસના બ્રિટનમાં સામે આવેલા નવા પ્રકારને તમામ સ્વરૂપો સાથે રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV)માં સફળતાપૂર્વક પૃથક એટલે કે અલક અને ક્લચર કરી દેવાયો છે. આ માટે નમૂના બ્રિટનથી પાછા ફરેલા લોકોમાંથી ભેગા કરાયા હતા. 

— ICMR (@ICMRDELHI) January 2, 2021

ભારતમાં નવા કોરોના વાયરસથી 29 લોકો સંક્રમિત 
અત્રે જણાવવાનું કે બ્રિટને હાલમાં જ જાહેરાત કરી હતી કે ત્યાંના લોકોમાં વાયરસનો નવો પ્રકાર મળી આવ્યો છે જે 70 ટકા વધુ ચેપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે સાર્સ કોવ-2ના આ નવા સ્ટ્રેનથી ભારતમાં અત્યાર સુધીમાં 29 લોકોને ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ છે. 

Total cases: 1,03,23,965

Active cases: 2,47,220

Total recoveries: 99,27,310

Death toll: 1,49,435 pic.twitter.com/U5xEGTaei4

— ANI (@ANI) January 3, 2021

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18,177 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,177 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,03,23,965 પર પહોંચી છે જેમાંથી 2,47,220 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 99,27,310 લોકોએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં કોરોનાથી 217 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,49,435 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20,923 લોકો રિકવર થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news